Saturday, May 22, 2010

Kalapi ni Kavita

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

10 comments:

  1. There is addition of guilt for a reckless act in this poem. Repentance for this reckless act is also visible in this beautiful poem.

    ReplyDelete
  2. Read addition and not addition.

    ReplyDelete
  3. સ્વીકાર addition.

    ReplyDelete
  4. એડમિશન વાચવુ નહીકે એડીશન એડમીશન એટલે સ્વીકાર.

    ReplyDelete
  5. મારું બાળપણ યાદ આવ્યું સ્કૂલ માં આ શીખવતા

    ReplyDelete
  6. I guess he wrote it after his third wife(royal maid) and love of life Shobhna before he was presumably killed by his first wife (princess of Roha/Kutchh).

    ReplyDelete
  7. ગુજરાતી સાહિત્યની અદભુત અમર રચના.

    ReplyDelete
  8. મોઢે છે. કારણ મંદાક્રંતા છંદ. મારો favourite.

    ReplyDelete